આપણાં ધર્મગ્રંથોઃ પુરાણ... શ્રેણી - 4
Hindu religion books Puranas

Hindu religion books Puranas part 4
આપણાં ધર્મગ્રંથોઃ પુરાણ...
- જય પંડ્યા
શ્રેણી - 4
વાચક મિત્રો "સહજ સાહિત્ય પોર્ટલ" અંતર્ગત "પુરાણ સિરીઝ"માં આપણે અત્યાર સુધીમાં
1 બ્રમ્હ પુરાણ 2 પદ્મ પુરાણ 3 વિષ્ણુ પુરાણ 4 શિવ પુરાણ
5 ભાગવત પુરાણ 6 માર્કંડેય પુરાણ 7 નારદ પુરાણ 8 અગ્નિ પુરાણ
9 ભવિષ્ય પુરાણ 10 બ્રમ્હ વૈવર્ત પુરાણ 11 લિંગ પુરાણ
12 વરાહ પુરાણ 13 સ્કંદ પુરાણ
આ બધા વિશે ટૂંકમાં માહિતી મેળવી સહજ સાહિત્ય ટીમને આપ સર્વે વાંચકો તરફથી સારો એવો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. જે આગળ પણ મળતો રહેશે એવી અમને આપ સૌ માં શ્રદ્ધા છે. હવે આજે આપણી આ "પુરાણ સિરીઝ" નો છેલ્લો એપિસોડ છે. જેમા હવે પછી આપણે આગળના પુરાણો વિશે માહિતી મેળવીશું..
હવે આજે આપણે પુરાણ સિરીઝના છેલ્લા એપિસોડમાં ...
14 : વામન પુરાણ
15 : કુર્મ પુરાણ
16 : મત્સ્ય પુરાણ
17 : ગરુડ પુરાણ
18 : બ્રમ્હાંડ પુરાણ
ઉપરોક્ત પુરાણો વિશે થોડી માહિતી મેળવીએ....
14 વામન પુરાણ :
વામન પુરાણ હિંદુ ધર્મનું એક અતિ મહત્વનું પુરાણ છે. આ ગ્રંથ બે ભાગમાં વિભાજીત થયેલ છે. તેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારમા એક એવા વામન ભગવાન વિશે આલેખન કરવામાં આવ્યું છે તથા તેમાં પૂર્વ જન્મ વિશે અને ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ સંબંધિત માહિતી દર્શાવવામાં આવી છે. માનવીએ આચરણમાં લઈ શકાય એવા નિયમો પણ આં પવિત્ર ગ્રંથમાં માહિતી દર્શાવવામાં આવી છે. આં ગ્રંથમાં કુલ 10,000 શ્લોક છે. પૂર્વ ભાગમાં ભગવાન વામનની કથા, મા દુર્ગા ચરિત્ર તથા ભગવાન વિષ્ણુના ભક્ત વિષયક માહિતી આપવામાં આવી છે.
15 : કુર્મ પુરાણ :
કૂર્મ પુરાણ હિંદુ ધર્મનો મહત્વનો ગ્રંથ છે. સમુદ્ર મંથન સમયે મંદ્રાચલ પર્વતને કાચબા સ્વરૂપે પોતાની પીઠ પર ધારણ કર્યો હતો. અને ઋષિમુનિઓને સમુદ્ર મંથનની કથા સંભળાવી હતી. આં ગ્રંથ પહેલા ચાર ભાગમા વિભાજીત હતો. 1 બ્રામ્હી 2 ભગવતી 3 સૌરી અને 4 વૈષ્ણવી જેમા કુલ 18,000 શ્લોક હતા પરંતુ વર્તમાનમાં માત્ર બ્રમ્હ પુરાણ જ અસ્તિત્વમાં છે જેમા 6,000 શ્લોક છે. તેના 99 અધ્યાય છે. વૈશાખ માસમાં આં પુરાણ વાંચવાનું વિશેષ મહત્વ છે.
16 : મત્સ્ય પુરાણ :
મત્સ્ય પુરાણમાં ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના પ્રથમ અવતાર મત્સ્ય અવતાર વિશેની કથા કરવામાં આવી છે. આં ગ્રંથમાં જળ પ્રલય વિશેની માહિતી તથા કલિયુગના રાજાઓ વિશેની માહિતી આપવામાં આવી છે. આં સાથે ભગવાન વેદ વ્યાસજીએ 7 કલ્પ જે ધરતી પર આવેલા છે તે વિશેની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. આં ગ્રંથમાં 251 અધ્યાય અને 14,000 શ્લોક છે. આં ગ્રંથના જૂના સંસ્કરણમાં 19,000 શ્લોક આપવામાં આવેલા છે.
17 : ગરુડ પુરાણ :
આ ગ્રંથ વૈષ્ણવ સંપ્રદાયનો મહત્વનો ગ્રંથ છે. જેમા
મોટાભાગે ભગવાન વિષ્ણુની કથા અને ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં મૃત્યુ અને આત્મા તથા ક્રિયા શ્રાદ્ધ જેવા વિષય સંબંધિત માહિતી આપવમાં આવી છે. તેમા મૃત્યુ પછી આત્માનું શું થાય છે ? આત્મા મૃત્યુ બાદ કેટલા દિવસ ઘરમાં હોય છે? વગેરે જેવી માહિતી આપવામાં આવી છે. ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે. તથા એક માહિતી આ સાથે એ પણ કે ચાર વેદમાંથી એક ' સામવેદ ' ની ઉત્પત્તિ ગરુડ પક્ષીની પાંખમાંથી થઈ હતી.
18 : બ્રમ્હાંડ પુરાણ :
બ્રહ્માંડ પુરાણ લલિતા સહસ્રનામ અને રાધા સ્તોત્ર જે ધરતી પર અતિ પવિત્ર છે તે માટે પ્રખ્યાત છે. આ પુરાણ સૌથી છેલ્લું પુરાણ છે.
પુરાણો તરીકે ઓળખાતા અઢાર ક્લાસિક હિંદુ ગ્રંથોમાં, બ્રહ્માન્ડ પુરાણ બ્રહ્મા, સર્જક અને વિષ્ણુ અને શિવ સાથે સર્વોચ્ચ દૈવીત્વની ત્રિમૂર્તિઓમાંની એક સાથે સંકળાયેલી વાર્તાઓ અને વિદ્યાઓનું વર્ણન કરે છે.
245 પ્રકરણોમાંથી, બ્રહ્મ પુરાણના 18 પ્રકરણોમાં બ્રહ્માંડ વિજ્ઞાન, પૌરાણિક કથાઓ, વંશાવળી, મન્વંતરા (કોસ્મિક સમયચક્ર) અને લખાણ બનાવવા માટે જરૂરી વિષયો સાહિત્યની પૌરાણિક શૈલીના છે.
આં ગ્રંથ પૂર્વ, મધ્ય અને ઉત્તર એમ ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે.
આં ગ્રંથમાં 156 અધ્યાય અને 12,000 શ્લોક આપવામાં આવ્યા છે. આં ગ્રંથના પૂર્વ ભાગમાં ખગોળ શાસ્ત્ર અને ખગોળીય વિજ્ઞાન વિશેની માહિતી આપવામાં આવી છે. આ સિવાય આં ગ્રંથના મધ્ય અને ઉત્તર ભાગમાં દેવ ઋષિઓ, સૂર્ય, ત્રિપુર સુંદરી, તારા, કલ્પ, ગ્રહ, નક્ષત્ર વગેરે જેવી બાબતોની માહિતી આપવામાં આવી છે.
આમ આં સંપૂર્ણ " પુરાણ સિરીઝ" નો આં છેલ્લો એપિસોડ આં સાથે
"સહજ સાહિત્ય " પોર્ટલ અંતર્ગત પ્રસ્તુત થયેલી આ "પુરાણ સિરીઝ" ત્રણ ભાગમાં છે. જે પૂર્ણ થાય છે. 18 પુરાણ સંબંધિત માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા લેવામાં આવેલ છે . હવે આગળના નવા વિષય સાથે ફ્રી મળીશું
અગાઉના બે એપિસોડ આપ સૌ "સહજ સાહિત્ય" ચેનલ પરથી વાંચી શકશો...
માહિતી સ્ત્રોત - વિવિધ માધ્યમ
સંકલન અને આલેખન - જય પંડ્યા
અમારી સાથે જોડાવા માટે....
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link...
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram...
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube...
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ..., તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો....
What's Your Reaction?






